Ahmedabad: ગુજરાતના જાણીતા લોક સાહિત્યકારને જાનથી મારી નાખવાની ધમકી, દેવાયત ખવડ હાઈકોર્ટના શરણે
અમદાવાદ: ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારી નાખવાની ધમકી મામલે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આ સમગ્ર મામલે દેવાયત ખવડ હાઇકોર્ટનાં શરણે પહોંચ્યા છે.
અમદાવાદ: ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારી નાખવાની ધમકી મામલે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આ સમગ્ર મામલે દેવાયત ખવડ હાઇકોર્ટનાં શરણે પહોંચ્યા છે. લોકસાહિત્ય કાર દેવાયત ખવડે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી મદદ માગી છે. રાજકોટ પોલીસે સમગ્ર મામલે ગંભીરતા પૂર્વક કામ ન કર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી આપનાર જીત મોડાસિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ દૂર કરાવવા માટે પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટુંક સમયમાં હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે.
માછીમારોને દિવાળી પૂર્વે સરકારની ભેટ, જાણો કઈ માંગ સ્વીકારી?
પોરબંદરના માછીમારોને દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. માછીમારોની વર્ષો જૂની માંગો માંથી મોટાભાગેની માંગો સરકારે સ્વીકારી છે. 10થી વધુ માંગો સાથે માછીમારો વર્ષોથી સરકારમાં લડત ચલાવતા હતા. બે દિવસ પહેલા જૂનાગઢ ખાતેથી વડાપ્રધાને 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાત મુહૂર્ત કર્યું હતું. વેરાવળ ખાતે ફિશરીઝ મંત્રી જીતુ ચૌધરી 36 કરોડ ના ખર્ચે માપલાવાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા.
આજ સુધી કોઈ એક જ પંપ પરથી માછીમારોને ડીઝલ ખરીદી થતી હતી, જેની સામે માછીમારોએ મંડળી નિશ્ચિત 7 પંપ પરથી ડીઝલ ખરીદી ની માંગ કરી હતી તે રાજ્ય સરકારે સ્વીકારી. ઓ.બી.એમ મશીન જેની સબસીડી ઘણા સમયથી મળતી નોહતી તે પણ 1283 નાની હોળીના મશીનની માંગ સરકારે સ્વીકારી. માછીમારોની હવે મુખ્ય માંગ કે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્ય ની સરખામણી એ કરી આપવાની માંગ પણ નજીકના દિવસો પૂર્ણ થાય અને દિવાળી ભેટ મળશે તેવી માછીમારોને આશા છે. ચૂંટણી પૂર્વે માછીમારો નારાઝ હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં માછીમારોની મોટાભાગની માંગો સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અંબાજી પ્રવાસ કરાયો રદ