(Source: ECI/ABP News/ABP Majha)
Doctors Strike : ડોક્ટરોનું સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ, માંગણી ન સ્વીકારે તો ઇમરજન્સી સેવા પણ કરશે બંધ
ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે. 2019માં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કોવિડમાં કરેલી 17 મહિનાની સેવાને બોન્ડ ગણવા માંગ કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો. જોકે સિનિયર ડોક્ટરોને બોન્ડ પેટે પેરીફરીમાં એક વર્ષ માટે આદેશ થતા વિરોધ. 24 કલાકમાં સરકાર નિર્ણય નહીં લે તો ઇમરજન્સી સેવા પણ ડોક્ટરો બંધ કરશે
રેસિડેન્ટશિપને બોન્ડમાં ન ગણાતા આજથી જુનિયર ડોક્ટરોની હડતાળ શરૂ થઈ છે. અમદાવાદમાં તમામ સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડેન્ટ નિર્ણય ન આવે તો ૧૬મીથી ઈમર્જન્સી સેવા પણ બંધ કરશે. સુરત સિવિલ હોસ્પિટલ સાથે ગૂજરાતની બાકીની ૫ મેડિકલ કોલેજ ના રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર છે. ડોક્ટરોની માંગ ૨૦૧૭ અને ૨૦૧૮ની બેચને કોવિડની સેવા કરવા બદલ બોન્ડ સેવામાં રાહત આપવામાં આવેલી છે, એ જ રીતે ૨૦૧૯ ની બેચને પણ જેમને પોતાની રેસીડેન્સીના ૩૬ માસમાંથી ૧૭ માસ કોવિડની સેવામાં આપ્યા એમને આ સેવાનો લાભ મળવો જોઈએ તેવી માંગ. આ માટે હેલ્થ મિનિસ્ટર, હેલ્થ કમિશનર, કૉલેજ ના ડિન અને મેડિકલ સુપરિટેન્ડેન્ટ ને વારંવાર રજુઆત કરવામાં આવી છે.
છતાં હકારાત્મક જવાબ ના મળતા સવારથી રેસીડેન્સ ડોકટર પોતાની ફરજ થી દૂર રહી વિરોધ કર્યો. આજથી ગુજરાતની ૬ સરકારી મેડીકલ કોલેજ ના MD અને MS ના ૨૦૧૯ ની બેચ ના ૧૦૦૦થી વધુ તબીબી ડોક્ટર સિનિયર રેસીડેન્સી વિરોધ નોંધાવ્યો. બોન્ડની સેવાને એક ગણવા માટે માટે વારંવાર ઉચ્ચ અધિકારીઓની સમક્ષ રજૂઆત કરવા છતાં હકારાત્મક વલણ ના આવતા હડતાળ પર ઉતર્યા છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરાશે.
એમડી-એમએસ તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માગણીઓ ફૂટબોલની માફક ફંગોળાય છે. અગાઉ આરોગ્ય મંત્રીએ પણ માગણી યોગ્ય ઠેરવી હતી, આરોગ્ય વિભાગના અધિકારીઓએ પગલા લીધા નથી.