
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મહેસાણા,સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં ભુકંપના આંચકા અનુભવાયા છે. બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.

Earthquake: મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી છે. મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે.
An earthquake with a magnitude of 4.2 on the Richter Scale hit Mahesana, Gujarat today at 22:15 (IST): National Centre for Seismology pic.twitter.com/jkW4d1KDgc
— ANI (@ANI) November 15, 2024
મહેસાણા,સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં ભુકંપના આંચકા અનુભવાયા છે. બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. પાટણના હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. મહેસાણાના બહુચરાજી તાલુકાના ચન્દ્રોડા, મંડાલી, અંબાળા, સુરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
પાટણ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 10.15 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાટણ,હારીજ,ચાણસ્મા સમી, શંખેશ્વર, સિધ્ધપુર સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ બનાસકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ડીસામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 10.17 મીનીટે ધરતીકંપનો આચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પાટણ ,પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અમદાવાદના અમુક વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની વાત સામે આવી છે. જ્યારે પાટણથી 13 કિલોમીટર દૂર સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભૂકંપની આચકો અનુભવાયો હતો. વાંકાનેર અને માળિયા પંથકના અમુક વિસ્તારોમાં પણ અનુભવ થયો હતો. ભૂકંપનો આચંકો અભુનાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 10:16 મિનિટે અનુભવ થયો હોવાની માહિતી સામે આવી છે.
સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા. જેમાં આદરીયાણા, વણોદ, ખારાઘોડા, પાટડી અને ચિકાસર સહિતના ગામડાનો સમાવેશ થાય છે. 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હોવાની વાત સામે આવી છે. જ્યારે અમદાવાદમાં પણ આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપર તાલુકાનાં નાનાં રણ વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી. આડેસર,નાંદા સહિતનાં ગામો લોકોએ આંચકો અનુભવ્યો હતો. ધડાકા ભેર આંચકો આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. માઉન્ટ આબુ સુધી ધરતીકંપની અસર જોવા મળી છે.
આ પણ વાંચો...
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
