શોધખોળ કરો

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Operation Sagar Manthan: NCB અનુસાર, એક નક્કર માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ, જેમાં AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) પણ નથી. તે ભારતીય પ્રાદેશિક જળસીમામાં નશીલા પદાર્થ લઈને આવી રહ્યું છે.

Operation Sagar Manthan:  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસની ATSના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સરહદમાં આશરે 700 કિલો મેથ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. આ ઓપરેશન દરમિયાન 8 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ પોતાને ઈરાની ગણાવી રહ્યા છે. રિકવર કરાયેલી દવાઓની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા છે.

ऑपरेशन 'सागर मंथन': NCB और गुजरात ATS को मिली बड़ी कामयाबी, 2000 करोड़ की ड्रग्स संग पकड़े 8 ईरानी

છેલ્લા ઘણા દિવસોથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાગર મંથનના નામે ઓપરેશન ચલાવી રહ્યું છે. ખાસ કરીને ભારતમાં ડ્રગ્સની દાણચોરી માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ નાર્કોટિક્સ ટીમે ઓપરેશન સાગર મંથનમાં અનેક કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનનો હેતુ દરિયાઈ માર્ગે ડ્રગ્સની દાણચોરીને રોકવાનો છે.

NCBને નક્કર માહિતી મળી હતી

NCB અનુસાર, એક નક્કર માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ, જેમાં AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) પણ નથી. તે ભારતીય પ્રાદેશિક જળસીમામાં નશીલા પદાર્થો લઈને આવી રહ્યું છે. આ ઇનપુટના આધારે, "સાગર-મંથન-4" નામથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે તેના મેરીટાઇમ સર્ચ ઓપરેશન દ્વારા આ જહાજને પકડ્યું હતું. આ ઓપરેશન 15 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં વિદેશની નાર્કોટિક્સ એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી આ ડ્રગ સિન્ડિકેટની આગળ-પાછળની કડીઓ શોધી શકાય.

3400 કિલો નશીલો પદાર્થ જપ્ત

આ વર્ષની શરૂઆતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ઓપરેશન "સાગર-મંથન" શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસના ATSના સહયોગથી અનેક મેરીટાઇમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં લગભગ 3400 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 11 ઈરાની અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો...

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Embed widget