શોધખોળ કરો

અમદાવાદ:  વેજલપુરમાં ફ્લેટમાં બીજા માળે આગ લાગતા એકનું મોત થયું

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં મકાનમાં અંદર રહેલા અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભુંજાઈ ગયા.

અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં મકાનમાં અંદર રહેલા અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભુંજાઈ ગયા. આગની જાણ થતા  અન્ય બીજા અને ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર ચઢી ગયા હતાં.  ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી ધાબા પર ફસાયેલા તમામ લોકોને બચાવી લીધા હતાં. 

વેજલપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો પરિવાર પોતાના લકવાગ્રસ્ત વૃદ્ધને ઘરે મૂકીને બહાર ગયા હતા. આ સમયે વૃદ્ધ ઘરમાં બીડી સળગાવતા ઘરમાં આગની ઘટના બની. આ આગમાં લકવાગ્રસ્ત વૃદ્ધ આગની ચપેટમાં આવી જતા પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને જીવતા જ ભૂંજાઈ ગયા હતાં.  ફાયરબ્રિગેડને જાણ થતા તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  જોકે ફાયરબ્રિગેડને વૃદ્ધને બચાવવામાં સફળતા મળી ન હતી. 

બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય

એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ  દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3  મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3  મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો. 

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ અભિયાન શરૂ કરનાર ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે સેવ સોઈલનું ટેગ પહેરાવી આ  જાહેરાત કરી હતી. 

એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની આ વધુ એક મોટી સિદ્ધિ ગણાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારથી ડેરીનો ઘણો વિકાસ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget