શોધખોળ કરો
Advertisement
અમદાવાદ અગ્નિકાંડ: આગ મામલે તપાસ સમિતિ આજે સરકારને સોંપી શકે છે રિપોર્ટ
અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી જેમાં 8 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતાં. આ ઘટનામાં સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતાં
અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી જેમાં 8 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતાં. આ ઘટનામાં સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતાં અને આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું તો આજે આ મામલે તપાસ સમિતિ સરકારને રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. આ ઘટના સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય બની હતી.
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગના મામલે તપાસ સમિટિ આજે રિપોર્ટ સરકારને સોંપી શકે છે. સરકારે ત્રણ દિવસનો સમય આપ્યો હતો જે આજે પૂર્ણ થઈ રહ્યો છે અને તપાસ સમિતિ આજે રિપોર્ટ સોંપી શકે છે. જેમાં આગ લગાવના કારણો, જવાબદાર સંચાલકો, અધિકારીઓની ભૂમિક સ્પષ્ટ થશે.
ગૃહ વિભાગ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને મુકેશ પૂરીને તપાસ સોંપવામાં આવી છે. જોકે શ્રેય હૉસ્પિટલના અગ્નિકાંડમાં ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. ગુરુવારે વહેલી પરોઢે શ્રેય હોસ્પિટલમાં પાંચમાં માળે આવેલા આઇસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીના આગમાં સળગી જવાને લીધે મોત નિપજ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion