શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમાં આગ લાગી, જોત જોતામાં 7 દુકાનો બળીને ખાખ થઈ
મોડી રાતે કાલુપુરમાં આવેલા ચોખા બજારમાં આવેલી દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂ મેળવવાના પ્રયાસો કર્યાં
અમદાવાદ: મોડી રાતે કાલુપુરમાં આવેલા ચોખા બજારમાં આવેલી દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂ મેળવવાના પ્રયાસો કર્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે, આગમાં એક પછી એક 7 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવવામાં સફળ થઈ હતી.
મોડી રાતે અમદાવાદના ચોખા બજારમાં અચાનક આગ લાગી હતી. રાતે 1.30 વાગ્યે એક દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુમાં આવેલી એક પછી એક એમ 7 દુકાનોમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગે ધીરેધીરે મોટું સ્વરૂપ ધારણ કરતાં એક પછી એક એમ 7 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગના કારણે કરિયાણાની અને ફ્રાયફ્રુટની દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આગ કયા કારણે લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી. આગ લાગતાં જ ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં જ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી અને સાથે જ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion