શોધખોળ કરો

અમિત શાહને કેંસર થયું હોવાના ખોટા મેસેજ વાયરલ કરનારા અમદાવાદ-ભાવનગરના 4 ઝડપાયા, વડોદરાનો યુવક પણ જેલભેગો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્ય અંગે ખોટા મેસેજ વાયરલ કરનાર ચાર લોકોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર (હાડકાંનું કેન્સર) થયું હોવાની બોગસ ટ્વિટનો ફોટો બનાવીને વાયરલ કરીને જૂઠાણું ફેલાવવા બદલ પાંચ શખ્શોની ધરપકડ કરાઈ છે. આ પૈકી ફેક મેસેજ વાયરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે જ્યારે એકને વડોદરા પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આરોપીઓઓ પૈકી બે ભાવનગરના અને બે અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. વડોદરા પોલીસે ઝડપેલો આરોપી વડોદરાનો છે. આ બનાવટી ટ્વિટને કારણે દેશભરનાં લોકોને આઘાત લાગ્યો હતો અને  અમિત શાહના સ્વાસ્થ્ય અંગે લોકોમાં ચિંતા ઉભી થઈ હતી. આ બોગસ મેસેજ વાયરલ થતાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી અને સાયબર ક્રાઈમની મદદથી આરોપીઓને ઝડપી લીધાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી ફિરોઝખાન જાફરખાન પઠાણ અને સરફરાઝ અબ્દુલ મજીદ મેમણ જ્યારે ભાવનગરથી સજાદઅલી બચુભાઈ નાયાણી અને સીરાજ હુસૈન મહેમદઅલી વિરાણીની ધરપકડ કરી છે.  આ પૈકી ત્રણ આરોપીની પહેલાં ધરપકડ થઈ ચૂકી હતી જ્યારે શનિવારે સાંજે ચોથો આરોપી ફિરોઝ ખાન પઠાણ પણ ઝડપાઈ ગયો હતો. વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે પોસ્ટ કરવા બદલ ક્રાઈમ બ્રાંચે જીતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સોલંકીએ ફેસબુક પર અમિત શાહ અંગેની પોસ્ટ શેર કરી હતી. અમિત શાહને ગંભીર બીમારી થઈ ગઈ હોવાની બનાવટી અને એડિટિંગ વાળી પોસ્ટ શેર કરતાં સોલંકીની ધરપકડ કરાઈ છે. આ અફવાને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું કે, હું પૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઇ બીમારી નથી. તેમણે કહ્યું કે, જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ દ્વેષ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget