શોધખોળ કરો

અમદાવાદમાં ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, ક્યા ક્યા બિઝનેસ વીક-એન્ડમાં રહેશે બંધ ?

આ ઉપરાંત ટુ- વ્હીલર્સ ડીલર એસોસિએશને રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ચિંતાજનક બની છે. કોરોનાના દરરોજ રેકર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી 12 હજારને પાર કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણની ચેઈન તોડવા હવે જનતા મેદાનમાં આવી છે. અમદાવાદમાં સીજી રોડ સ્થિત સોના- ચાંદીના વેપારીઓએ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો. તો માણેકચોક સોના- ચાંદીના વેપારીઓએ શનિ અને રવિ એટલે કે વીકએંડ લોકડાઉનનો નિર્ણય લીધો. તો કોરોના સંક્રમણને અટકાવવા સેનેટરિવેર મરચંટ એસોસિએશન તથા ટાઈલ્સ એંડ સેનેટરીવેર્સ એસોસિએશને આજથી ચાર દિવસ એટલે કે 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત ટુ- વ્હીલર્સ ડીલર એસોસિએશને રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો. ટુ- વ્હીલર એસોસિએશન ગુજરાત 23 એપ્રિલથી 25 એપ્રિલ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. તો તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવા, 50 ટકા સ્ટાફ સાથે શો- રૂમ કાર્યરત રાખવાનો પણ ટુ- વ્હીલર ડિલર્સ એસોસિએશન ગુજરાતે નિર્ણય લીધો.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8,  જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5,  બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 4821,  સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495,  સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93,  પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80,  આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,07,16,536  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget