અમદાવાદની સ્કૂલોમાં ચાર શિક્ષક કોરોનાથી થયા સંક્રમિત
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. AMC સંચાલિત સ્કૂલમાં ચાર શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા હતા.
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. AMC સંચાલિત સ્કૂલમાં ચાર શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા હતા. ચાર શિક્ષકો કોરોનાથી સંક્રમિત થવા છતા હજુ સુધી સ્કૂલો ચાલુ જ છે. આ અંગે જ્યારે એબીપી અસ્મિતાએ AMC સ્કૂલ બોર્ડના ચેયરમેનનો સંપર્ક કરતા તેને શિક્ષકો કોરોના સંક્રમિત થયા અંગે કંઈ જાણતા ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. હવે જો AMC સ્કૂલ બોર્ડના ચેયરમેન અજાણ હોય તો પ્રશાસનની સૌથી મોટી ગંભીર અને અક્ષ્મય બેદરકારી ગણાય છે. કારણ કે આ બેદરકારીથી સેંકડો વિદ્યાર્થીઓ પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં હશે પીક પર
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ઇન્ડિયન પબ્લિક હેલ્થ ઓસિસિએશનનું માનીએ તો ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર તેના પીક પર હશે. અને ફેબ્રુઆરી મહિના બાદ કેસ ક્રમશઃ ઘટશે. 28 ડિસેમ્બરે દેશમાં જ્યાં 6,538 નવા કેસ હતા અને 0.61% પોઝિટિવિટી રેટ હતો. જ્યારે, આજે સાત દિવસ બાદ એક દિવસમાં 1 લાખ 17 હજાર કેસ નોંધાયા અને પોઝિટિવિટી રેટ 7 ટકા થયો છે. પહેલી લહેર દરમિયાન દેશમાં એક જ દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી લહેર દરમિયાન સૌથી વધુ 4 લાખ 14 હજાર કેસ નોંધાયા હતા અને જો હાલની રફતારની જેમ કેસ વધતા રહ્યાં તો કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીના મધ્યમાં તેના પીક પર હશે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?