શોધખોળ કરો
અમદાવાદઃ આર્મીમેને યુવતીને ઘરમાં ચાર મહિના રાખીને બાંધ્યા શરીર સંબંધ ને પછી.....
આર્મીમેને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ આર્મીમેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ આર્મીના જવાને યુવતી સાથે બળાત્કાર ગુજારતાં ચકચમચાર મચી ગઈ છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આર્મીમેને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ આર્મીમેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ એનજીઓની મદદથી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે, આર્મીમેન અમિત મકવાણાએ લગ્નનું વચન આપીને તેને ચાર મહિના સુધી ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, લગ્ન નહીં કરીને તે પોતાની ફરજ પર જતો રહ્યો હતો. યુવતીની ફરિયાદ છે કે, યુવકના માતા-પિતા તેને ઘરમાં માનસિક ત્રાસ આપતા હતા. પાંચ વર્ષ પહેલા યુવતીને આ યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, વચમાં સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી. જોકે, ફરીથી ગત છ મહિનાથી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
અમદાવાદ
Advertisement