શોધખોળ કરો
પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો! અમદાવાદ દિવાન પકોડીની પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો, એકમ સીલ
cockroaches in Panipuri: પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો! અમદાવાદ દિવાસ પકોડીની પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો, એકમ સીલ

અમદાવાદમાં ફરી એકવાર ખાણીપીણીની વસ્તુમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા દિવાન પકોડી સેન્ટર પર એક ગ્રાહકે પાણીપુરીના પાણીમાં વંદો નીકળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
1/5

રવિવારે હર્ષ શાહ નામના યુવાન જોધપુર વિસ્તારમાં આવેલા દિવાન પકોડી સેન્ટર પર નાસ્તો કરવા ગયા હતા.
2/5

તે સમયે તેમણે પાણીપુરીના પાણીમાં વંદો જોયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
3/5

વિડીયો વાયરલ થતાં AMCના આરોગ્ય વિભાગે રવિવારે જ સ્થળ પર મુલાકાત લીધી હતી. તે સમયે એકમ બંધ હોવાથી હાલ પૂરતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે.
4/5

AMCના આરોગ્ય વિભાગે દુકાનના સંચાલકને હાજર થઈને આ બાબતે જવાબ રજૂ કરવા માટે પણ સૂચના આપી છે.
5/5

આ ઘટનાથી શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંને લોકોએ આવકાર્યા છે અને આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
Published at : 06 Jan 2025 04:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
