શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં પુરુષોને લલચાવવા જાહેરમાં ચેનચાળા કરતી હતી યુવતીઓ પછી શું થયું તે જાણીને ચોંકી જશો
ચાર જેટલી મહિલાઓ ત્યાં હાજર હતી અને યુવકો અને પુરુષોને લલચાવવા એક બીજાના શરીર સાથે અડપલાં કરીને ચેનચાળા સાથે બિભત્સ વર્તન કરી રહી હતી.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કુટણખાનું ચાલે છે. તેવી માહિતી પોલીસ સ્ટેશનને મળતા પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ શિવ ફ્લેટ પાસે આવેલ ધામીના કારખાના પાસે પહોંચી ત્યારે ચાર જેટલી મહિલાઓ ત્યાં હાજર હતી અને યુવકો અને પુરુષોને લલચાવવા એક બીજાના શરીર સાથે અડપલાં કરીને ચેનચાળા સાથે બિભત્સ વર્તન કરી રહી હતી. જેથી પોલીસે બે પંચોને સાથે રાખી ત્યાં કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસને કુલ ચાર જેટલી મહિલાઓ મળી આવી હતી.
સુત્રોનું માનીએ તો, પોલીસે કૃષ્ણનગરની આસપાસ ચાલતી આવી પ્રવૃત્તિને રોકવા કાર્યવાહી શરૂ કરી છે અને જેમાં અલગ-અલગ તારીખે આવી મહિલાઓને પકડવાની કાર્યવાહી કરી રહી છે.
મેમકો અને ઠક્કરનગર બસ સ્ટેન્ડ પાસે કેટલીક યુવતિઓ આવી રીતે જાહેર રોડ પર બિભત્સ વર્તન કરી રહી હતી અને સ્થાનિક મહિલાઓને રોડ પર ઉભું રહેવું ભારે પડી ગયું હતું. જેથી પોલીસે આવી મહિલાઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. પોલીસે હાલ આ લોકો સામે જી.પી.એક્ટ 110, 117 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement