શોધખોળ કરો

Gujarat Assembly Election Result 2022 : CM ભૂપેંદ્ર પટેલે કાર્યકરોનો આભાર માન્યો,  કહ્યું- આ ઉમેદવારની નહિ તમારી જીત

ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શાનદાર જીત થઈ છે. આ જીત બાદ તેમણે લોકોનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો.  

Gujarat Election Results 2022: ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શાનદાર જીત થઈ છે. આ જીત બાદ તેમણે લોકોનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો.  તેમણે કહ્યું, આ ઉમેદવારની નહિ તમારી જીત છે.  અહીં તમે બધા ચૂંટણી લડ્યા હતા.  આપણી જવાબદારી નરેન્દ્ર મોદીએ મુકેલા વિશ્વાસને પાર પાડવાની હતી.  પ્રજાના નાનામાં નાના અને સારા કામ થાય એ માટે આપણે પ્રયાસ કરીશું. આપ તમામ કાર્યકર્તાઓને અભિનંદન.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું,  તમે ઘાટલોડિયાની સીટ ઉપર ઐતિહાસિક જીત અપાવી છે.  આપણે નંબર વન હતા અને નંબર વન રાખ્યા છે. આપણે સાથે છીએ એની આ જીત છે. 

ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 91 હજાર મતથી વિજય

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે.  પ્રથમ વખત રાજ્યના તમામ જિલ્લામાં ભગવો લહેરાયો છે. ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.

ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 182 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 154, આમ આદમી પાર્ટી 6, કોંગ્રેસ 18 અને અન્ય 4 સીટ પર આગળ છે.  વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.3 ટકા, કોંગ્રેસને 26.8 ટકા અને આમ આદમી પાર્ટીને 12.8 ટકા વોટ શેર મળ્યો છે.

માધવસિંહ સોલંકીના નામે કયો છે રેકોર્ડ

ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી.

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget