શોધખોળ કરો

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હોવાનું ખુલ્યું છે.

બે આરોપીઓની ધરપકડ:

  • ATS દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ આ મુજબ છે:
  • રશ્મિન રવિન્દ્ર પાલ (મહિલા): મૂળ ઉત્તર પ્રદેશની, હાલમાં દમણમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
  • અજય કુમાર સિંહ (AK સિંહ): ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે. AK સિંહ અગાઉ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો.

સંવેદનશીલ માહિતીની આપ-લે:

તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સીધા પાકિસ્તાનના ISI એજન્ટોના સંપર્કમાં હતા, જોકે તેઓ એકબીજાના સંપર્કમાં નહોતા.

પૂર્વ સુબેદાર AK સિંહની ભૂમિકા:

AK સિંહ 2022માં દીમાપુર ખાતે નોકરી પર હતો ત્યારથી જ 'અંકિતા શર્મા' નામની વ્યક્તિના સંપર્કમાં હતો, જે તેની હેન્ડલર હતી. તેણે આર્મી રેજીમેન્ટ્સની માહિતી, બદલી અને અન્ય મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટો સુધી પહોંચાડી હતી. તેના મોબાઈલમાં એક માલવેર (Malware) પણ મળી આવ્યો હતો, જેના દ્વારા તમામ માહિતી સીધી ISI સુધી પહોંચાડવામાં આવતી હતી. તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડવામાં મદદ કરી રહ્યો હતો.

રશ્મિનની ભૂમિકા:

  • રશ્મિન 2025માં ISIના સંપર્કમાં આવી હતી.
  • તે 'પ્રિયા ઠાકુર' નામના એકાઉન્ટ મારફતે સંપર્કમાં રહેતી હતી.
  • તે પાકિસ્તાની ઓફિસર અને અધિકારીઓની સૂચનાઓ પર વોચ રાખતી હતી.
  • તેના હેન્ડલર તરીકે અબ્દુલ સત્તાર અને ખાલિદ નામના બે પાકિસ્તાની એજન્ટો હતા.
  • તે દર વખતે વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી દેતી હતી, જેથી તેની માહિતી મેળવવી મુશ્કેલ બને.

નાણાકીય વ્યવહારની તપાસ:
ATS એ હવે આ બંને આરોપીઓને પાકિસ્તાની એજન્ટો તરફથી કેટલા રૂપિયા મળ્યા હતા અને કયા માધ્યમથી મળ્યા હતા, તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ અંગે ચોક્કસ માહિતી મળતાં ATSએ વોચ ગોઠવીને આ સફળ ધરપકડ કરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Embed widget