શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના કયા ટોચના નેતાને થયો કોરોના? સંપર્કમાં આવેલા લોકોને શું કહ્યું?
ગુજરાત ભાજપના ટોચના નેતા અને પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને કોરોના થયો છે. તેઓ અગાઉ ગુજરાતના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો કોરોનાના કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હવે ગુજરાત ભાજપના ટોચના નેતા અને પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને કોરોના થયો છે. તેઓ અગાઉ ગુજરાતના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત દિવસોમાં જે સાથી મિત્રો મારા સંપર્કમાં આવ્યા હોય, તે પોતે ક્વોરેન્ટાઇન થઈ જાય અને પોતાની તપાસ ચોક્કસ કરાવે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત સાંસદો, ધારાસભ્યો અને કેટલાય કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જોકે, મોટાભાગના સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement