શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પેટાચૂંટણીઃ બાકીના 3 ઉમેદવારોની કોંગ્રેસ ક્યારે કરશે જાહેરાત? જાણો વિગત
કોંગ્રેસના તમામ 8 ઉમેદવારો આવતી કાલે ગુરુવાર, તા. 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. ત્યારે આજે રાત સુધીમાં કોંગ્રેસ બાકીના ત્રણેય ઉમેદવારોની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ સોમવારે જાહેર કર્યા હતા. રવિવારે ભાજપે પણ સાત બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. તેમજ ગઈ કાલે લીંબડીના ઉમેદવારની પણ ભાજપે જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસના તમામ 8 ઉમેદવારો આવતી કાલે ગુરુવાર, તા. 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. ત્યારે આજે રાત સુધીમાં કોંગ્રેસ બાકીના ત્રણેય ઉમેદવારોની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. આવતી કાલે તમામ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતાઓ ફોર્મ ભરાવવા હાજર રહેશે. કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારી નોંધાવશે.
મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે કોંગ્રેસ બાકીના ઉમેદવારોની ક્યારે જાહેરાત કરશે, તેના પર સૌની નજર છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion