શોધખોળ કરો

કોંગ્રેસના કયા ધારાસભ્યની તબિયત વધુ લથડતાં લઈ જવાયા ચેન્નઇ? કોરોનાને કારણે 10 દિવસથી વેન્ટિલેટર પર

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવીરહ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવીરહ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે. જોશીયારા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરાશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ડૉ.અનિલ જોશીયારા કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Gujarat Corona Guideline : કેસો ઘટતા 19 શહેરોમાંથી હટશે નાઇટકર્ફ્યૂ? આજે જાહેર થશે નવી ગાઇડલાઇન

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો  દિનપ્રતિદીન ઘટી રહ્યાં છે તેથી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા સહિતની વધુ રાહત આપશે એવા સંકેત મળ્યા છે. કોરોનાની પરિસ્થિતી થાળે પડી  રહી છે તેથી રાત્રિ કરફ્યુનો સમય 11 વાગ્યાથી સવારના વાગ્યા સુધીનો થઇ શકે  તેવી સંભાવના છે. કોરોનાના કેસો ઘટયાં છે તે શહેરોમાં કરફ્યુ મુક્તિ આપવા પણ સરકાર ઈચ્છુક છે. ગુજરાતના 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાઈ શકે છે. 

આજે નવી SOP જાહેર થાય તે રાજકોટના વેપારીઓએ કહ્યું, કોરોના કેસો કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવે. હોટલ વ્યવસાય મૃત હાલતમાં છે ત્યારે હોટલ વ્યવસાય અને રાહત મળે તે માટે સમય અવધિ વધારવામાં આવે. સૌથી વધુ રેકડી કે નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અસર થાય છે ત્યારે રાત્રી કરફર્યું માં ફેરફાર કરવામાં આવે. એસઓપી જાહેર થાય તે પહેલાં સૌરાષ્ટ્રના આર્થિક પાટનગરના વેપારીઓનો મત.

ગુરૂવારે સાંજે  ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં નવી માર્ગદર્શિકા મુદ્દે નિર્ણય લેવાશે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બીજી તરફ ગુજરાતમાં ફરજિયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા પણ સરકાર વિચારી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકો હવે માસ્કથી કંટાળ્યા છે તેથી માસ્ક જવા જોઈએ. જે રીતે કોરોના રોગચાળામાંથી બહાર નિકળ્યા છીએ એ રીતે માસ્ક પહેરવામાંથી પણ બહાર નિકળીશું. ગુજરાતમાં અત્યારે માસ્ક નહી પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. માસ્ક મરજીયાત થશે તો આ દંડ ભરવામાંથી મુક્તિ મળશે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઇ રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. અત્યારે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ ઉપરાંત કેસો વધતાં સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુરમાં પણ રાત્રી કરફ્યુ લાદી લીધો હતો. હવે માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ લદાશે એવો સંકેત મળ્યો છે.

મળતી માહીતી મુજબ, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં  રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. રાત્રિ કરફયુના સમયમા એકાદ કલાકની વધુ રાહત મળે તેવી સંભાવના છે. રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીનો થઇ શકે છે. 

બુધવારે કેબિનેટની બેઠકમાં નવી માર્ગદર્શિકાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરીએ રાત્રિ કરફ્યુની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે ત્યારે  ગુરૂવારે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ કોર કમિટીની બેઠક મળશે.  આ બેઠકમાં નવી માર્ગદર્શિકા અંગે નિર્ણય લેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget