કોરોનાનો કહેર વધતા રાજ્યના 100 શહેર-ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો ક્યાં કેટલા દિવસનું લોકડાઉન?
રાજ્યના 100 ગામ-શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. કેટલાક ગામોમાં એક અઠવાડિયાથી લઈને 15 દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે અમુક ગામોમાં વીકેન્ડ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. નીચે સંપૂર્ણ યાદી જિલ્લા પ્રમાણે આપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 4 હજારથી વધુ કેસો નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા અનેક ગામો-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 100 ગામ-શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. કેટલાક ગામોમાં એક અઠવાડિયાથી લઈને 15 દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે અમુક ગામોમાં વીકેન્ડ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. નીચે સંપૂર્ણ યાદી જિલ્લા પ્રમાણે આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે તબીબીએ કોરોના વાયરસને લઈને જે દાવો કર્યો છે તે જાણીને ચોંકી જશે. તબીબોએ દાવો કર્યો છે કે, રાજ્યમાં કોરોના વાયરસના બીજા વેવમાં યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે.
અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 40 ટકા યુવાનો કોરોનાની સારવાર હેઠળ છે. તેમાં 290 દર્દી એવા છે જેમની ઉંમર 45 વર્ષથી નીચેની ઉંમરના છે અને તેઓ સારવાળ હેઠળ છે. કોરાનાની બીજી લહેરમાં ઝડપથી કોરોનાનો ચેપ ફેલાતો હોઈ એક પછી એક કોરોના સંક્રમિત લકોના ચેપ લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તબીબોનો દાવો છે. તબીબોનું માનવું છે કે, આ કેસ વધવા પાછળનું કારણ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાનું નથી પરંતુ કોરોના વાયરસની તાકાત પહેલા કરતાં પણ વધી છે જેના કારણે આડેધડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
આણંદ જિલ્લામાં સેલ્ફ લોકડાઉન
- વાવોલ
- પામોલ
- વિરસદ
- ચાંગા
- કોઠાવી
- રાલજ
-ઉદેલ
- મલાતજ
- કાસોર
- પણસોરા
- સીમરડા
- લીંગડા
ખેડામાં લોકડાઉન
- પીજ
-સલુણ
- અલિંદ્રા
- તેલનાર
નર્મદામાં લોકડાઉન
-રાજપીપળા
- ડેડિયાપાડા
પાટણમાં લોકડાઉન
-રાધનપુર
-ભાભર
- ચાણસ્મા
બનાસકાંઠા
- ડિસા
- પાલનપુર
સુરેન્દ્રનગર
- પાટડી
- નવલગઢ
મોરબી
- વાવડી
- ખાખરેચી
- પાનેલી
- બગથળા
- નૈનામ
-વીરવાવ
-હમીરપર,
-જબલપુર, વૈલાણપર
-સજનપર
-રાજાવડ
-ધ્રુવનગર
રાજકોટ
-ભુણાવા
-જામવાડી
-ઉપલેટા
ભાવનગર
- સિહોર
જામનગર
- મોટી બાણગાર
-જસાપર
-લતીપર
દેવભૂમિ દ્વારકા
-ખંભાળીયા
-રાવલ
-ભોગાત
-દેવળીયા
-સમોર
મહિસાર
-વીરપુર
કચ્છ
-ભચાઉ
-ફતેગઢ
સુરત
-દિગસ
-ટીંબા
-શામપુરા
-બારડોલીનું કડોદ
-માંડવી
-પલસાણાના હરીપુરા
તાપી
-સોનગઢ
- વ્યારા
- રૂમૈડીતળવા
- વાલોડનું બુટવાડા
વલસાડ
- પારડી
-વાપી
-સરીગામ
-ઉમરગામ
-ધરમપુર
-કપરાડા