શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરી કોરોના થતા ખળભળાટ, જાણો શું છે કારણ?
આ 8 રિસેડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં 3 એ-સિમ્ટોમેટિક, 6ને માઈલ્ડ ઈન્ફેક્શન હતું.
અમદાવાદઃ તહેવારોના સમયે કોરોનાના વકરવાની આશંકા અગાઉથી સેવવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરીથી કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે. દેશમાં સૌથી વધુ રિ-ઇન્ફેક્શનના કેસ ફ્કત અમદાવાદમાં આવતાં ચકચાર મચી ગઈ છે. 9 ડોક્ટરો પૈકી 8 ડોક્ટરોને ફરીથી ઇન્ફેક્શન લાગ્યું છે.
આ 8 રિસેડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં 3 એ-સિમ્ટોમેટિક, 6ને માઈલ્ડ ઈન્ફેક્શન હતું. રેસિડેન્ટ ડોક્ટર્સ એલજી અને એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. નવમાંથી 5 પુરુષ અને 4 મહિલાઓ છે. નવમાંથી સાત ડોક્ટર્સને પહેલા કોરોના થયો તેના દોઢથી ત્રણ મહિનામાં બીજી વખત કોરોના થયો હતો. પરંતુ એક ડોક્ટરને માત્ર દોઢ જ મહિનામાં ફરી ચેપ લાગ્યો હતો.
ફરી ઈન્ફેકશન લાગ્યું, ત્યારે નવમાંથી ચાર એ-સિમ્ટોમેટિક હતા, પાંચને માઈલ્ડ ઈન્ફેકશન હતું. જે ડોક્ટર્સને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો તેમની ડ્યુટી કોવિડની જ હતી. તેમજ તેમણે તમામ પ્રોટોકોલ પાળ્યા હોવા છતાં ફરીથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત કોરોનાના દર્દીઓ વચ્ચે રહેવાને કારણે ફરીથી ઇન્ફેક્શ લાગ્યું હોવાનું ડોક્ટર્સનું માનવું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion