ગુજરાતના 3 જિલ્લા બન્યા સંપુર્ણ કોરોનામુક્ત, આ જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નહીં
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી સૌથી પહેલા ડાંગ અને પછી પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યા હતા. હવે નર્મદા જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. ત્યારે લોકો માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. જેથી હવે રાજ્યમાં કોરોનામુક્ત જિલ્લાની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. આ ત્રણેય જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી સૌથી પહેલા ડાંગ અને પછી પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યા હતા. હવે નર્મદા જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આ સિવાય ગુજરાતમાં એવા 13 જિલ્લા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 10થી ઓછા છે. તાપી જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 5, ખેડામાં 3, જૂનાગઢમાં 5, મોરબીમાં 5, પોરબંદરમાં 7, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 4, બોટાદમાં 2, આણંદમાં 7 અને અમરેલીમાં 6 એક્ટિવ કેસો છે.
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 161 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 801 છે. જે પૈકી 07 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં આજે નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 161 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 2,54,759 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, ભરુચ 2, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1, વલસાડ 1 કેસ નોંધાયો છે. ૉ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 10074 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8, 13, 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે.