શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ સાંજે 5 વાગ્યા સુધીમાં આ 12 જિલ્લામાં નોંધાયા કેટલા કેસ? જાણો વિગત
આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 29 કેસ નોંધાયા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં 29, ભરુચમાં 8, આણંદમાં 8, રાજકોટમાં 7, વડોદરામાં 6, નવસારીમાં 4, પાટણમાં 3, અમરેલીમાં 3, ભાવનગરમાં બે, મહેસાણામાં 2, તેમજ અરવલ્લી અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે. -સુરત જિલ્લામાં બપોર સુધીમાં 29 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી કામરેજમાં 11, ઓલપાડમાં 7, ચોર્યાસીમાં 2, પલસાણામાં 6, બારડોલીમાં 1 અને માંડવીમાં 1 આમ કુલ 29 પોઝિટિવ કેસો નોંધાયા છે. -ભરુચ જિલ્લામાં આજે નવા 8 કેસ નોંધાયા, જેમાંથી જંબુસરમાં 6, ઝઘડિયાના અવિધામાં 1 અને ભરૂચના પગૂથણમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179 પર પહોંચી પહોંચી. -આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં વધુ 8 કેસ નોંધાયા, જેમાંથી આણંદ તાલુકામાં 6 કેસ, બોરસદ, સોજીત્રા તાલુકામાં એક એક કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ સંક્રમણ આંક પહોંચ્યો 189 પર. -રાજકોટ જિલ્લામાં આજે વધુ 7 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ રાજકોટ શહેરમાં, એક ઉપલેટા અને એક ગોંડલમાં નોંધાયો છે. -વડોદરામાં આજે કોરોનાના 6 કેસ નોંધાયા છે. વાઘોડિયા તાલુકાના ગ્રામ્યમાં એક અને પાદરામાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. -નવસારીમાં વધુ 4 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોરોનાના ૬૩ કેસો, જેમાંથી ૩૮ રિકરવર ,૦૧નું મોત અને ૨૪ એક્ટિવ કેસ. -પાટણમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસની સખ્યા 157 પર પહોંચી, કુલ 20 મોત. -આજે અમરેલી જિલ્લામાં નવા 3 કોરોનાના કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 52 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના સામે 24 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાથી 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જિલ્લામાં હાલ 23 એક્ટીવ કેસો છે. -ભાવનગરમાં આજે નવા બે કેસ નોંધાયા છે. ભાવનગર કોરોનાનો આંક 210એ પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 14ના મોત થઇ ચુક્યા છે. તેમજ 38 હજુ સારવારમાં છે. તો અત્યાર સુધીમાં 155 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. -મહેસાણામાં આજે વધુ બે કેસ નોંધાયા છે. કડીમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કડીમાં પોઝિટિવ કેસની સંખ્યા 103 પર પહોંચી છે. -અરવલ્લીમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો. મોડાસાના દધાલિયામાં પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ ૨૦૪ કોરોનાના કેસ. -આજે મોરબી જિલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. મોરબી જિલ્લામાં કોરોનાના કુલ ૧૫ પોઝિટિવ કેસ છે.
વધુ વાંચો





















