Gujarat Election 2022 : સૌરભ પટેલ દ્વારા આજે આયોજિત સ્નેહ મિલન કેમ છે ખાસ?
બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા આજે કડવા પટેલ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. સાથે કડવા પટેલ સમાજના ગુજરાતના અન્ય આગેવાનો પણ હાજરી આપશે.
બોટાદઃ બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા આજે કડવા પટેલ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. સાથે કડવા પટેલ સમાજના ગુજરાતના અન્ય આગેવાનો પણ હાજરી આપશે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા આયોજિત સૌરભ પટેલનું કડવા પટેલ સમાજનું સ્નેહ મિલન ખાસ માનવામાં આવી રહ્યું છે. કારણ કે, આ વખતે તેમની બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. અગાઉ પાટીદાર નેતાઓ પણ સૌરભ પટેલ સામે વિરોધ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, બોટાદ વિધાનસભા 107 બેઠક પર સ્થાનિક ઉમેદવારને ભાજપ ટીકીટ આપે તેવી માંગ સાથે યોજાઈ કોળી સમાજની બેઠક મળી હતી. ભાજપના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ . 500થી વધારે કોળી સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા.
બોટાદ વિધાનસભા બેઠક 107 માં સૌરભ પટેલ ની મુશ્કેલી માં થયો વધારો. બે દિવસ પૂર્વે 1500 થી વધારે કડવા પાટીદાર ની ભાજપ દ્રારા સ્થાનિક ઉમેદવાર ની પસંદગી કરે તેને લઈ યોજાઈ હતી બેઠક. બોટાદ વિધાનસભા બેઠક માં સૌથી વધુ કોળી સમાજ ના મતદાન બાદ પાટીદાર સમાજ નું મતદાન છે ત્યારે બોટાદ વિધાનસભા 107 બેઠક પર કડવા પાટીદાર બાદ આજે સમઢીયાળા ગામ ખાતે ખાનગી ફાર્મ હાઉસ માં બોટાદ જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી અને હાલ માં પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા ની આગેવાની માં અલગ અલગ ગામ ના 500 થી વધારે કોળી સમાજ ના આગેવાનો ની બેઠક યોજવામાં આવી હતી. બેઠક માં બોટાદ વિધાનસભા 107 પર ભારતીય જનતા પાર્ટી દ્રારા સ્થાનિક ઉમેદવાર ને ટીકીટ આપવામાં આવે તેને લઈ કરાઈ મહત્વ ની ચર્ચા.
સ્થાનિક ઉમેદવાર હોય તો સ્થાનિક સમસ્યા અને લોકો ની જરૂરિયાત ને સારી રીતે સમજી શકે અને વિકાસ થાય તેવી આશા સાથે હાજર આગેવાનો એ સ્થાનિક ઉમેદવાર ની કરાઈ માંગ. બોટાદ 107 વિધાનસભા બેઠક માં કડવા પાટીદાર સમાજ ની બેઠક બાદ કોળી સમાજ દ્રારા સ્થાનિક ઉમેદવાર ને ભાજપ ટીકીટ આપે તેવી માંગ ઉઠતા સૌરભ પટેલ ની મુશ્કેલી માં થયો વધારો.
ભાજપનો કોઈ વ્યક્તિગત રોષ નથી ખાલી ધારાસભ્ય અને હાલ બોટાદ ૧૦૭ ના જે ધારાસભ્ય છેતેનો કોળી સમાજ ,પટેલ સમાજ તેમજ અન્ય સમાજમાં ખુબ વિરોધ છે ૧૦ વર્ષ થી કી કઈ કામો કર્યા નથી. ૨૦૧૨ માં ધારાસભ્ય માણીયા હતા પણ તેનું કઈ ચાલતું નહોતું.