(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election Result 2022: AAPનાં સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન, પૂર્ણ બહુમતી નહીં મળે તો....
Gujarat Election 2022: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતી ન મળી તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 96 બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 64.39 ટકા જેટલું મતદાન થયું છે. બનાસકાંઠામાં સૌથી વધુ 71.40 ટકા તો અમદાવાદમાં સૌથી ઓછુ 58.32 ટકા મતદાન થયું છે. રાજ્યના 14 જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં 69 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી.
સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતી ન મળી તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે પરિણામ બાદ જ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.
ગુજરાતમાં AAP ને કેટલી મળશે સીટ ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું તેમ છતા બીજેપી ફરી સરકાર બનાવશે.
ભાજપને કેટલી સીટો મળશે
એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન
એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને લાગશે ઝટકો
એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.
ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાં પક્ષને મળશે કેટલી બેઠકો, જાણો
એબીપી ન્યૂઝ સીવોટ સર્વેમાં સૌરાષ્ટ્ર કચ્છના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠકો છે.
ભાજપ-38
કૉંગ્રેસ-10
આપ-5
અન્ય -1