શોધખોળ કરો

રૂપાણી સરકાર ગુજરાતમાં કઈ શરતે નવરાત્રિમાં ગરબાની મંજૂરી આપવા તૈયાર ?

રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે.

અમદાવાદઃ કોરોનાના વધતાં જતા કેસોના કારણે ધાર્મિક ઉત્સવો અને મેળાવડા પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિ યોજાવા અંગે અવઢવ છે. આ અવઢવ વચ્ચે રાજ્યના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને મળીને આ વર્ષે ગરબા યોજવા દેવા માંગ કરી હતી પણ કોરોનાની ગંભીર સ્થિતિને કારણે હાલ તો રાજ્ય સરકારે નવરાત્રિમાં ગરબા યોજવાની મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે. અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટના ગરબા આયોજકોનુ એક પ્રતિનીધીમંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગરબા આયોજકોની બેઠક યોજાઇ હતી તેમાં રૂપાણીએ હાલમાં મંજૂરીનો ઈન્કાર કર્યો છે. જો કે વિજય રૂપાણીએ નવરાત્રિનું આયોજન નહીં જ કરાય એવી સ્પષ્ટ ના નથી કહી પણ કોરોનાની સ્થિતીને આધારે નિર્ણય લેવાશે એવું કહ્યું છે. જો કે, સરકારે ખાતરી આપી છે કે, રાજ્યમાં 30 ઓગષ્ટ સુધીમાં કોરોનાના કેસો ઘટે તો સરકાર ગરબા યોજવા અંગે ફેરવિચારણા કરશે. કોરોનાના કેસો ઘટે તો રાજ્ય સરકાર નવરાત્રિના આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાન થાય એ રીતે ગરબા રમાડવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી શકે છે. અલબત્ત હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતાં આ વર્ષે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. રાજ્યમાં છેવાડાનાં ગામડાં સુધી કોરોના પહોંચી ચૂક્યો છે. આ કારણે રાજ્ય સરકારે રાજ્યભરમાં શ્રાવણ મહિનાના મેળા પર રોક લગાવી દીધી છે. આ સંજોગોમાં નવરાત્રિ યોજાવાની શક્યતા ઓછી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget