શોધખોળ કરો

રૂપાણી સરકારે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન મુદ્દે શું કરી સ્પષ્ટતા? જાણો વિગત

મ્યુકર માઇકોસીસની સારવાર અંગેના ઇન્જેક્શનના જથ્થા બાબતે રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે. હવે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપશે એટલા જ ઇન્જેક્શન રાજ્યને મળી શકશે.

અમદાવાદઃ મ્યુકરમાઇકોસીસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો મૂકી છે. જોકે, મ્યુકર માઇકોસીસની સારવાર અંગેના ઇન્જેક્શનના જથ્થા બાબતે રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે. હવે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપશે એટલા જ ઇન્જેક્શન રાજ્યને મળી શકશે. 

આ ઉપરાંત કોરોનાવાયરસની સારવાર ગ્રામીણ વિસ્તારમાં કરવા અંગે ટેસ્ટિંગની ફેસીલીટી બાબતે કોર્ટે આપેલા નિર્દેશોમાં પણ રાજ્ય સરકારે જ જવાબ રજૂ કર્યા. નારી સંરક્ષણ ગૃહ, બાળ સંરક્ષણ ગૃહ, રીમાંડ હોમ, વૃદ્ધાશ્રમ અને પાગલખાના જેવી જગ્યાઓમાં બંધ લોકોને તેમ જ ત્યાં કામ કરતા લોકોને રસી આપવા માટે નિર્દેશો આપ્યા હોવાની સરકારે જાહેરાત કરી છે.

કોરોના સંક્રમણની હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. કેંદ્રના સતાવાર આંકડા જોવા જઈએ તો દેશમાં બ્લેક ફંગસથી 8 હજાર 848 લોકો શિકાર થયા છે. હાલ દેશના 14 રાજ્યોએ મ્યુકરમાઈકોસિસને મહામારી ઘોષિત કરી છે. શનિવારે ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.

 

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2 હજાર 281 કેસ નોંધાયા તો બિન સત્તાવાર રીતે 5 હજારથી વધુ કેસ છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં સરકારી ચોપડે 2 હજાર કેસ નોંધાયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે સ્ટિરોયડનો બેફામ ઉપયોગ અટકે તો બ્લેક ફંગસના કેસો અટકાવી શકાય. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું કે આપણે મ્યુકરમાઈકોસિસ સામે લડવાનું છે આ રોગ હવે મહામારી બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કોરોનાને હરાવવામાં સ્ટિરોયડ વંડર ડ્રગ્સ છે.... પરંતું તેનો વધુ પડતો ઉપયોગ મ્યુકરમાઈકોસિસ જેવી મહામારી નોતરી શકે છે.

 

ગુજરાતમાં અત્યાર સુધી મ્યુકર માઇકોસીસનો મૃત્યુઆંક 70 સુધી પહોચ્યો છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં કુલ મળીને 35 દર્દીઓના મૃત્યુ થયા છે. મહત્વની વાત તો એછેકે, છેલ્લાં 24 કલાકમાં જ સિવિલમાં 34 ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.  કોરોનાના દર્દીઓમાં નહીં,હવે તો બાળકોમાં ય મ્યુકરમાઇકોસિસના રોગે દેખા દીધી છે જેના કારણે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.

 

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા માંડયાં છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે ત્યાં હવે મ્યુકરમાઇકોસિસની બિમારી વકરી રહી છે. રાજ્યમાં હવે મ્યુકરમાઇકોસીસનો ખતરો વધ્યો છે. આખાય રાજ્યમાં અમદાવાદ સિવિલમાં સૌથી વધુ 371 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યાં છે. આ દર્દીઓના ઓપરેશન માટે 4 ઓપરેશન િથયેટરો સજ્જ કરાયાં છે.

 

અમદાવાદ સિવિલમાં રોજ મ્યુકરમાઇકોસિસના શંકાસ્પદ 80-90 દર્દીઓના સેમ્પલ બીજે મેડિકલ કોલેજની માઇક્રો બાયોલોજી લેબમાં મોકલાય છે. આ પૈકી 35 ટકાને મ્યુકર માઇકોસિસ હોવાનુ નિદાન થાય છે. ગઇકાલે પણ સિવિલમાં વધુ 29 દર્દીઓને દાખલ કરાયા હતાં. છેલ્લાં 24 કલાકમાં જ 34 દર્દીઓના ઓપરેશન કરાયા હતાં.

 

તબીબોનુ કહેવુ છેકે, લોહીની નસો બ્લોક થાય છે જેના કારણે બ્લેક ફંગસ કહેવાય છે. હાલમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમને નિષ્ણાત તબીબો દ્વારા ડોઝ અને ઇન્જેકશન નક્કી કરીને આપવામાં આવે છે.  સિવિલમાં ઇ એન્ડ ટી વિભાગે અત્યાર સુધીમાં કુલ 176 ઓપરેશન કર્યાં છે. આ દર્દીઓ પૈકી 64 દર્દીઓના દાંત,દાઢ અને જડબા કાઢી નાંખવામાં આવ્યા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Embed widget