શોધખોળ કરો

ગુજરાત સરકારે કઈ સ્કૂલોની માન્યતા રદ કરી દેવાની આપી ચિમકી? જાણો મોટા સમાચાર

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  ગરીબ બાળકોને પ્રવેશ નહિ આપનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. પ્રવેશને લઈ આનાકાની કરતી શાળાઓ સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે.

અમદાવાદઃ ગુજરાતની રૂપાણી સરકારે ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ગરીબ બાળકોને પ્રવેશ ન આપનારી ખાનગી શાળાઓ સામે સરકાર લાલ આંખ કરી શકે છે અને આવી સ્કૂલોની માન્યતા પણ સરકાર રદ કરી શકે છે. 

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  ગરીબ બાળકોને પ્રવેશ નહિ આપનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. પ્રવેશને લઈ આનાકાની કરતી શાળાઓ સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકોને તાકીદ કરી છે. 

અમદાવાદ શહેરમાં 1385 શાળાઓ અંતર્ગત  12500  બેઠક માટે 30 હજાર 500 ફોર્મ મળ્યા હતા. 26 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ કનફોર્મ કરાયા હતા. પ્રથમ રાઉન્ડમાં 11,150 એડમિશન ફળવાયા છે.  4 ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કનફોર્મ કરવાનો રહેશે. બીજો રાઉન્ડ 4 ઓગસ્ટ બાદ કરવામાં આવશે.

ગુજરાતની રૂપાણી સરકારે આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો હવે કેટલા લેવાશે રૂપિયા?

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભવામાં ઘટાડો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ 400 રૂપિયામાં થશે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેક્સીનેશનની કામગીરી ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોના કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત ઉભી થાય તો તેનું આયોજન કરાઈ રહ્યું છે.1 કરોડ 61 લાખ rtpcr ટેસ્ક કર્યા છે. 91 લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબ મા rtpcr ટેસ્ટ હવે 400 રૂપિયામાં જ ટેસ્ટ કરશે. 300 રૂપિયા નો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. ખાનગી લેબ ઘરે જઇ મેં ટેસ્ટ કરે તો અત્યાર સુધી 900 રૂપિયા દર હતો જેમા 350 ઘટાડો કર્યા જેથી હવે 550 જ ચાર્જ લઈ શકશે. 

તેમણે ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર અત્યાર સુધી 4000 હતો જેમા 1300 નો ઘટાડો કરી ને 2700 ચાર્જ લઇ શકશે. HRTCR મા હજાર દર હતો જેમા 500 નો ઘટાડો કરીને 2500 નો દર રહેશે. સીટી સ્કેન મશીનો ની રાજયમાં વધતી જતી જરૂરિયાત ની માંગણી ને લઈને વેવ 3 માટે અમે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિયલ માટે નવા 17 સીટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન વસાવવા માટે 82.50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવશે. સોલા ગાંધીનગર ગોત્રી 3 મેડિકલ કોલેજમાં MRI મશીન ખરીદવા માટેની મજૂરી સરકારે આપી છે. 112 કરોડ રૂપિયા ના અલગ અલગ હોસ્પિટલના મશીનો ખરીદવા રાજ્ય સરકાર મજૂરી આપી છે.સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કમરચારીઓ માટે ટુક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.

આગામી 7 ઓગસ્ટના રોજ સરકારને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના સંદર્ભે રાજ્ય સરકાર 9 દિવસ અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. જેના માટે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્ય સરકારે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું છે. લગભગ પીએમ અને ગૃહ મંત્રી 9 દિવસો પૈકી કોઈ એક દિવસ માટે સમય ફાળવશે અને વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget