શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ IIM પાસે શ્રમિકો સાથે થયેલા ઘર્ષણના કેસમાં હાઈકોર્ટે શું આપ્યો આદેશ? જાણો વિગત
હાઈકોર્ટે માનવીય અભિગમ દર્શાવી માત્ર 500 રૂપિયાના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવે એવો કોર્ટે હુકમ કર્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં લગાવેલા લોકડાઉન દરમિયાન શહેરના આઇઆએમ પાસે શ્રમિકો સાથે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. આઈ.એમ. પાસે શ્રમિકો સાથે થયેલા ઘર્ષણ મુદ્દે નોંધાયેલી એફઆઈઆરમાં 33 શ્રમિકોને હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઈકોર્ટે માનવીય અભિગમ દર્શાવી માત્ર 500 રૂપિયાના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવે એવો કોર્ટે હુકમ કર્યો છે.
કોર્ટે નોંધ્યું છે કે, શ્રમિકો, કે જે લોકડાઉનમાં કામ અને ભોજન વિનાના થયા, એમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાના બદલે એમને જેલ હવાલે કરાયા. આ શ્રમિકો સ્થિતિનો ભોગ બનેલાં છે, ગુનેગારો નથી. એમને જામીન આપવા માટે કોઈ શરત રાખવાની જરૂર નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement