(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat High Court: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર, સોગંધનામાને ગણાવ્યું વાહિયાત
અમદાવાદ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી અને કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
અમદાવાદ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી અને કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે રાજ્ય સરકારે કરેલું સોગંદનામુ માત્ર વાહિયાત જ નહીં, વિશ્વાસ અપાવે તેવું પણ નથી. હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને નવેસરથી સોગંદનામુ કરવા કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ એમ પણ નોંધ્યું કે, રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના મુદ્દાની અમલવારીને હળવાશમાં લઈ રહી છે, જે ચલાવી લેવાશે નહીં.
કોર્ટે પોતાના હુકમમાં એમ પણ નોંધ્યું કે, લોક જાગૃતિ ફેલાવવા માટેના જરૂરી પગલાંની અમલવારી બાબતે પણ રાજ્ય સરકારનું સોગંદનામુ કોઈ વિગતો દર્શાવતું નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, માત્ર અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામાં પર મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી અને જ્યારે કોર્ટે સરકારને સ્પષ્ટપણે સરકારનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાંય સરકારનું સોગંદનામુ તે બાબતે મૌન છે.
હાઇકોર્ટ મુદ્દાની સુનાવણી 7 જાન્યુઆરીના રોજ શનિવારના દિવસે નિયત કરી છે. બીજી બાજુ અરજદાર તરફથી પણ અમુક સૂચનો રજૂ કરવામાં આવ્યા જે દિશામાં જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે તેવી અરજદારે રજૂઆત કરી.. ત્યારે શનિવાર સુધીમાં સરકારે પોતાનું સુગંધનામું નવેસરથી રજૂ કરવાનું છે. જે બાદ કોર્ટના નિર્દેશો મહત્વના બની રહેશે
અરજદારે રાજ્ય સરકારને કર્યા 10 સૂચનો
1. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદ મામલે રાઉન્ડ ધ ક્લોક એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે જ્યાં ફરિયાદીના નામની ગોપનીયતા જાળવવામાં આવે
2. સ્થાનિક તંત્ર પણ સામાજિક સંસ્થાઓ અને શાળા કોલેજના બાળકોને સાથે રાખીને પશુ પક્ષીઓ મામલે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવે
3. સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવે જે કલેક્ટર અથવા એસપી કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં બનાવવામાં આવે
4. આવા પ્રકારનું કૃત્ય કરતા પકડાય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
5. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી કરવામાં આવે.
6. તમામ પોલીસ મથકોમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવે કે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચર વેચાણ અને વપરાશ કરતા લોકોની ઓળખ કરી શકે.
7. પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરનારા લોકોને પકડવા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે.
8. ઓનલાઇન વેચાણ કરતા તમામ ઈ કોમર્સ વેબસાઇટને આવા પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે પણ જાણ કરવામાં આવે.
9. પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આવા પ્રકારના પ્રતિબંધિત મટીરીયલની હેરફેર ન કરવા સૂચના આપવામાં આવે.
10. ઉતરાયણના તહેવાર દરમિયાન પણ પોલીસ ચેકિંગ કરે જેના કારણે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ
ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.
ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે.
પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.