IIM Ahmedabad Corona Cases: IIMમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો અત્યાર સુધીમા કેટલા લોકો થયા સંક્રમિત
12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓએ પોતે સંક્રમિત હોવાની માહિતી છુપાવ્યા બાદ IIMમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. IIMમાં અત્યાર સુધીમાં કુલ 191 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 137 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ: અમદાવાદ(Ahemdabad) IIMમાં વધુ 16 લોકો કોરોના (Corona)સંક્રમિત થયા છે. છેલ્લા 18 દિવસમાં IIMમાં 70 લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં. 12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓએ પોતે સંક્રમિત હોવાની માહિતી છુપાવ્યા બાદ IIMમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. IIMમાં અત્યાર સુધીમાં કુલ 191 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 137 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ (Ahemdabad)IIMમાં હાલ 70 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
18 દિવસમાં 70 લોકો પોઝિટિવ
ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 18 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પોઝિટિવ આવ્યા હતા.
રાજ્યમાં કોરોના(Coronavirus)ના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની ગયું છે, જેમાં હવે અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ થઈ રહ્યો છે. હોળી-ધૂળેટી(Holi)ના તહેવારના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી(Student) પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યા, 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા. IIMમાં અત્યાર સુધીમાં કુલ 191 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 137 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ (Ahemdabad)IIMમાં હાલ 70 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
ગુજરાતમા કોરોના કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે. કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.