(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં 8-9 જુલાઇ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારે થી ભારે વરસાદની આગાહી છે. 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. અમદાવાદમાં દક્ષિણ અમદાવાદ ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાલે સામાન્ય વરસાદ પરંતુ ત્યારબાદ ભારેથી હતી ભારે વરસાદની આગાહી છે.
આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યમાં. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચન. વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. અત્યાર સુધી ગુજરાતમાં 117મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ છે.
લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.