શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડ્યો? જાણો આ રહ્યા આંકડા
મોડી રાતે અમદાવાદમાં પડેલા ધોધમાર 8 ઈંચ વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતાં. 8 ઈંચ વરસાદને લીધે નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્ટેડિયમ હાલ તળાવ જેવું લાગી રહ્યું છે.
શુક્રવારે મોડી રાતે અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. સવારે ઉઠીને લોકોએ જોયું તો અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ હતું.
મોડી રાતે અમદાવાદમાં પડેલા ધોધમાર 8 ઈંચ વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતાં. 8 ઈંચ વરસાદને લીધે નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્ટેડિયમ હાલ તળાવ જેવું લાગી રહ્યું છે.
અમદાવાદના ઈસ્ટ ઝોન એટલે કે ચકુડીયા 116 મીમી, ઓઢવ 104 મીમી, વિરાટનગર 100 મીમી, સરેરાશ 106 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના વેસ્ટ ઝોન એટલે કે ટાગોર કન્ટ્રોલ 134 મીમી, ઉસ્માનપુરા 120 મીમી, ચાંદખેડા 132 મીમી, રાણીપ 127 મીમી, સરેરાશ 258 મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં એટલે કે બોડકદેવ 148 મીમી, ગોતા 158 મીમી જ્યારે સરેરાશ 153 મીમી વરસાદ થયો છે. અમદાવાદના મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન 129 મીમી, દુધેશ્વર 118 મીમી અને સરેરાશ 124 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં મેમ્કો 101 મીમી, નરોડા 86 મીમી, કોતરપુર 78.50 મીમી જ્યારે સરેરાશ 88 મીમી વરસાદ થયો છે.
અમદાવાદના મણિનગર 128 મીમી, વટવા 107 મીમી અને સરેરાશ 117 મીમી વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે અમદાવાદના હાલ બેહાલ થયા છે. હાલ પણ અમદાવાદના ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion