શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રમાં તૂટી પડશે  ભારે વરસાદ, જાણો શું છે મોટી આગાહી?

ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. વીજળીના કડાકા સાથે અને પવનની ગતિ પણ તેજ રહેશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. વીજળીના કડાકા સાથે અને પવનની ગતિ પણ તેજ રહેશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 ગુજરાતમાં ફરી વરસાદી મોસમ જામી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. જામનગરના કાલાવડમાં ચાર કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 102 તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી. રાજકોટના ધોરાજીમાં 5.6 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 5.1 ઈંચ, રાજકોટમાં 3.5, અમદાવાદના ધોલેરામાં 3 ઈંચ અને વલસાડના કપરાડામાં અઢી ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે. આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

રાજકોટ શહેરમાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે. મોડી રાતથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ચેકડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. એવામાં સારા વરસાદથી લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે.

આ તરફ લોધિકા તાલુકામાં પણ સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદથી ધુડિયા- દોમડા ગામના કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતાં. તો લોધિકા ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદના કારણે લોધિકા તાલુકાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા હતાં. ચેકડેમોના પાણી દોમડા ગામના રસ્તા પર ફરી વળ્યા હતાં.

રાજકોટના ગોંડલમાં મોડી રાત્રીના વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ. દિવસ દરમિયાન દોઢથી બે ઈંચ વરસાદ બાદ રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના વછરાડાનો વાળો, ગુંદાડા દરવાજો, બસ સ્ટેંડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ગોંડલ તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો સૌથી વધુ 31 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
Chhotaudaipur Rain: છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget