શોધખોળ કરો

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ થઈ રહી છે સક્રિય, ગુજરાતમાં કઈ તારીખે ક્યાં ક્યાં પડશે સારો વરસાદ?

વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગમાં વરસાદ પડશે. જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે, તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ પછી ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી સારા સામાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ ૪૮ ટકા વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.

 વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, સુરત અને ડાંગમાં વરસાદ પડશે. જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે, તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક જગ્યાએ છુટો-છવાયો વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે, હજુ પણ સમગ્ર રાજ્યને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મિમિ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. ખેડૂતો પાણી માગી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇનુ પાણી આપી શકાય તેમ નથી. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30 %સુધી પાણી હોઈ સિંચાઈ માટે આપી શકાય એમ નથી, માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોઈ સિંચાઈનું પાણી આપવું શક્ય નથી. નીતિન પટેલના આ નિવદેનથી હવે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આગામી સમયમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતી બચાવી શકાશે. 

સુરતમાં દેશના 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન કેબિનેટ મંત્રી આર સી ફળદુએ પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું વરસાદ ખેંચાયો છે તે અંગે સરકાર ચિંતિત છે, ભગવાનને સૌ પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવે. સરકારે પણ સમગ્ર બાબતે આયોજન કર્યું છે. ડેમમાં પીવાના પાણીનો જથ્થો રાખી ખેતી માટે પાણી આપવાનો આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે સુરત ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget