Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
Gujarat Politics: ગુજરાતના રાજકારણને લઈને હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ ગુજરાત બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે તો બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળી પહેલા રાજ્યનું વિસ્તરણ નક્કી છે.

Gujarat Politics: ગુજરાતના રાજકારણને લઈને હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ ગુજરાત બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે તો બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળી પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે. જો કે, આ વિસ્તરણમાં કેટલાક નેતાઓને આંચકો લાગી શકે છે.
દિવાળી પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત
એબીપી અસ્મિતાની EXCLUSIVE જાણકારી મુજબ, દિવાળીના તહેવાર પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે. શરદ પૂનમથી દિવાળી સુધીના સમયગાળામાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.
મોટા ફેરફારોની શક્યતા
મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલમાં પરફોર્મન્સને આધાર બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર, ચારથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તે લગભગ નક્કી છે, જેમાં મંત્રી બચુ ખાબડનું પદ પરથી પડતું મુકાવું સંપૂર્ણપણે નિશ્ચિત માનવામાં આવે છે. તેઓ ગણા સમયથી કેબીનેટ બેઠકમાં હાજર રહ્યા નથી. દાહોદના કથિત મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોની ધરપકડ થતા બચુ ખાબડને પડતા મુકાઈ શકે છે. આ ઉપરાંત આઠ જેટલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે.
હાલમાં જગદીશ વિશ્વકર્માનું ગુજરાત અધ્યક્ષ બનવાનું નક્કી છે. તેઓ પ્રદેશ અધ્યક્ષ બનતા જ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બન્ને અમદાવાદથી હશે. જે બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા નેતાઓને મંત્રી મંડળમાં મોટી જવાબદારી મળી શકે છે. જો કે, આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં ડેપ્યૂટી સીએમની જવાબદારી પણ કોઈ મોટા નેતાને સોંપવામાં આવી શકે છે. બે જેટલા રાજ્યમંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત હાલના મંત્રીઓના ખાતા બદલાવાનું પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ
ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે હજુ તેમની સત્તાવાર જાહેરાત બાકી છે. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે અને તેઓ બીનહરીફ પસંદગી થાય તેવી પુરી શક્યતા છે. ઉમેદવારી ફોર્મ ભરતા બીજેપીના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની શરુઆત થઈ ગઈ છે. બીજેપીને વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભકામના પાઠવી હગતી. ઉદય કાનકડે તેમને ઉમેદવારી પત્ર સોપ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ કર્યું છે કામ
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ ભાજપ પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. બંનેએ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત સફળતા આપવી હતી. હવે બંને રાજ્યક્ષાની જોડી તરીકે કામગીરી કરશે.





















