શોધખોળ કરો

Gujarat Train : દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રીતે રદ, જાણો કઈ કઈ ટ્રેન થઈ રદ?

દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રૂપથી રદ્દ કરાઈ. ટ્રેન રદ્દ કરવામાં આવતા  મુસાફરોને મુશ્કેલી પડશે. જામનગર-વડોદરા અને વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18 મી સુધી સંપૂર્ણ રદ્દ કરાઈ છે.

રાજકોટઃ દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી છે. ટ્રેન રદ્દ કરવામાં આવતા  મુસાફરોને મુશ્કેલી પડશે. જામનગર-વડોદરા અને વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18 મી સુધી સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે. અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી પણ રદ્દ કરવામાં આવી છે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ડબલ ટ્રેકની કામગીરીને પગલે ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 

Bhavnagar: ભાવનગરમાં કરોડપતિ બનવા યુવકોએ કરોડો રૂપિયાની નકલી નોટ છાપી, હવે આવ્યા પોલીસની ઝપેટમાં

ભાવનગર:  એસ.ઓ.જી પોલીસે 1.39 કરોડ રૂપિયાની ડુબલીકેટ નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે.  યુવાનીમાં કરોડપતિ બનવા માટે પાંચ ઈસમોએ 2000 નાં દરની નકલી નોટો પ્રિન્ટિંગ મશીનમાં છાપી ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ભાવનગરના ભરતનગર વિસ્તારના ગાયત્રી નગરમાં ભાડાના મકાનમાં નકલી નોટનો કારોબાર ચાલી રહ્યો હતો. આ અંગે એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડી જાલી નોટોનો પર્દાફાશ કર્યો છે.

નકલી નોટોના કારોબાર માટે ભાવનગર એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરમાં ફરી એક વખત ડુબલીકેટ નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જેમાં પોલીસે બાતમીના આધારે 1.39 કરોડના દરની નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તેમજ રોકડ રૂપિયાના મુદ્દા માલ સાથે એસ.ઓ.જી પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા હતા. તપાસ દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિના નામ પણ ખુંલ્યા છે જેને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં પણ નકલી નોટો છાપીને માર્કેટમાં ચલાવી રહ્યા હતા ત્યારે ફરી એક વખત (1) હિરેન સિયાતર (2) હાર્દિક વાઘેલા (3) પંકજ સોનરાજ(4) અયુબ બિલખીયા (5) મેરારાજ લોઢાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.

ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટોનું નેટવર્ક હાથ લાગ્યું છે જેમાં વધુ તપાસ માટે એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે જે આગળની તપાસ ચલાવશે. જોકે અન્ય ત્રણ આરોપી સુરેશ આડેસરા, જાવેદ શરમાળી, મોહમ્મદ રફી કુરેશીને પકડી પાડવાની તજવીજ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. નકલી નોટના કૌભાંડમાં અન્ય લોકોના નામ પણ ખૂલે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. ફરાર ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર પાંચ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ચલાવી રહી છે.

સુરતમાં કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની અટકાયત

સુરત કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ મામલે  20થી વધુ નેતા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પરમિશન વગર કાર્યક્રમ કરતા અટકાયત કરવામાં આવી છે.  કોંગ્રેસના કાર્યકરો પર પાસા જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. 36 કલાકનો ઉપવાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે ભાજપના સીધા આશીર્વાદથી કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  સવારે ૯- કલાકથી (૩૬-કલાક સુધી) ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા.   સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, કાર્યકારી પ્રમુખો દ્વારા  ગાંધી પ્રતિમા,ચોક બજાર ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget