શોધખોળ કરો

Gujarat Weather: ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર

ભારતીય હવામાન  વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા દિવસોમાં તડકો વધશે અને લોકોએ ભીષણ ગરમી સહન કરવી પડશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 13 રાજ્યોમાં હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Weather Updates: રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD દ્વારા 13 રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી તીવ્ર હીટવેવ ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં જોવા મળશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક કર્ણાટકમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે. બિહારના 18 જિલ્લામાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. પટના, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં ગરમીની લહેર પ્રવર્તી રહી છે. લખનૌ હવામાન કેન્દ્રે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીના મોજાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં તાપમાન 40ને પાર કરી રહ્યું છે અને અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી.

IMD અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવન સાથે વીજળી પડવાની છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.  હવામાન વિભાગે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ, કેરળ, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget