શોધખોળ કરો

Gujarat Weather: રાજયમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, અમરેલી સહિત અહીં પડશે કરા

Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 3 દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. થંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે, ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે.

Gujarat Weather Update: રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 3 દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. થંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે, ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે.

ક્યાં પડશે વરસાદ અને કરા

હવામાન વિભાગ દ્વારા અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ અને હેલસ્ટ્રોમ રહેશે. હેલસ્ટ્રોમમાં બરફ પડશે, જેમાં બરફના કરા પડી શકે છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે.

ક્યારથી ફરી વધશે તાપમાન

હાલમાં ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.4 અને ગાંધીનગર 37 ડિગ્રી ઉપર તાપમાન છે. 10 માર્ચે 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને આગાહી થશે. એપ્રિલમાં વરસાદ સાથે હેલસ્ટ્રોમ થાય તે પ્રિ.મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે.

ભરૂચના આમોદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન 

 સુરત શહેરમાં માવઠા જેવું વાતાવરણ છે, આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. માવઠાના કારણે કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કેરી પર આવેલા મોર ખરી પડવાની આશંકા છે. મહારાષ્ટ્ર બોર્ડર નંદુરબારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છે. આમોદમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આમોદ  શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શીત લહેરો સાથે મેઘરાજાએ દસ્તક દીધી હતી. વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે.

બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ

બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિંબાગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. ધાનેરા,દાંતીવાડા, પાંથાવાડાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં અંધારપટ છવાયું છે, વરસાદી વાતાવરણ છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. રાયડો, જીરું, બટાકા, ખેતી પાકોની કાપણી સમયે ખેડૂતો ચિંતામાં છે.

વડોદરાના શિનોરમાં મધરાત્રે વરસાદ

વડોદરાના શિનોરમાં મધરાત્રીએ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે અસહ્ય ગરમી બાદ રાત્રી દરમિયાન વાતાવરણ બદલાયું હતું. વડોદરાના શિનોરમાં રાત્રી ના 2 થી 3 ના અરસામાં વિજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો.

ગોંડલ રાજકોટ વચ્ચે વાહન ઉપર કરા પડતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget