શોધખોળ કરો
અમદાવાદીઓ ઘરની બહાર નીકળતાં પહેલા ચેતજો! ગરમીને લઈને અમદાવાદમાં કયું એલર્ટ જાહેર કરાયું, જાણો વિગત

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ધીમે-ધીમે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. શનિવારના રોજ અમદાવાદનું તાપમાન 41.1°C નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તાપમાન લાંબાગાળાની સરેરાશથી 3.5 ડિગ્રી વધારે છે. જ્યારે જિલ્લામાં શનિવાર માર્ચ મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અમદાવાદના લોકો આખો દિવસ ગરમીમાં શેકાયા પરંતુ રાત્રે પણ તાપમાન ઓછું થયું નહોતું. અમદાવાદમાં 24.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન પણ સામાન્ય તાપમાન કરતાં વધારે રહ્યું હતું.
કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના કેટલાંક ભાગમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ચાર દિવસ હીટવેવની સ્થિતિ યથાવત્ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ રાજકોટમાં પણ શનિવાર સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે હોસ્પિટલોમાં પણ કેટલીક તૈયારીઓ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક અને ગરમી સંબંધિત અન્ય સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તાપમાન લાંબાગાળાની સરેરાશથી 3.5 ડિગ્રી વધારે છે. જ્યારે જિલ્લામાં શનિવાર માર્ચ મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અમદાવાદના લોકો આખો દિવસ ગરમીમાં શેકાયા પરંતુ રાત્રે પણ તાપમાન ઓછું થયું નહોતું. અમદાવાદમાં 24.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન પણ સામાન્ય તાપમાન કરતાં વધારે રહ્યું હતું.
કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના કેટલાંક ભાગમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ચાર દિવસ હીટવેવની સ્થિતિ યથાવત્ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ રાજકોટમાં પણ શનિવાર સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે હોસ્પિટલોમાં પણ કેટલીક તૈયારીઓ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક અને ગરમી સંબંધિત અન્ય સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. વધુ વાંચો