Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે, કયા શહેરમાં કેટલે સુધી જશે ગરમીનો પારો, જાણો
રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું
અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, કાળઝાળ ગરમી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના આ છેલ્લા અઠવાડિયાથી સખત ગરમી પડી રહી છે.
રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના અનુસાર, આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની વધશે. ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ