Gujarat Rain: અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો ત્રાહિમામ
Gujarat Rain Update: ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘ મહેર થઈ છે. શહેરમા અનેક વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
Gujarat Rain Update: ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘ મહેર થઈ છે. શહેરમા અનેક વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના રોડ રસ્તા સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી.
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા હાટકેશ્વર સર્કલ પાણીમાં ગરકાવ થયું છે. ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંજ વેજલપુર, નિકોલ, પ્રહલાદ નગરમાં પણ પાણી ભરાયા છે.
ભારે વરસાદને પગલે વડોદરાનું આ ગામ બન્યું સંપર્ક વિહોણું
વડોદરાના ડભોઇ તાલુકાનું છેવાળાનું આશગોલ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વીહોણું બન્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે હેરન નદી ગાંડી તૂર બની છે. બે ગામોને જોડતું નાળું ધોવાઈ જતા રોડ બેટમાં ફેરવાયો હતો. હાલમા આ નાળાની નબળી કામગીરીને લઈને પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભારે વરસાદને પગલે આશગોલ ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડભોઇ તાલુકાના આસગોલ ઉપરાંત પારા ગામનો સંપર્ક પણ ખોરવાયો છે. ગામમાં જવાના એકમાત્ર મુખ્ય માર્ગ પરની કરના ખાડીમાં હેરણ નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ૬૦૦ જેટલા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં હેરણ નદીના પાણી કરન ખાડીમાં ફરી વળે છે, તેમ છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવ્તા ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે.
કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ
વલસાડના કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલમાં મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થય છે. સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક પહોંચ્યા હતા. આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી
આ ઉપરાંત તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં, રાજકોટ જિલ્લાના જામકંડોરણા ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પુરૂ પાડતો ફોફળ ડેમમાં 24 ફૂટ પાણીનો વધારો થયો છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહને જોતા તંત્ર દ્વારા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ફોફળ ડેમમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે ડે નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમા દૂધીવદર, ઈશ્વરીયા, તરવડા, વેઞડી ગામોનો સમાવેશ થાય છે.