શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં સવારથી વરસી રહેલા વરસાદે નઘરોળ પ્રશાસનની કામગીરીની પોલ ખોલી નાંખી છે.
અમદાવાદ: વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સવારથી વરસી રહેલા વરસાદે નઘરોળ પ્રશાસનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. થોડા સમય માટે વરસેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તા, હાઈવે હોય કે સર્વિસ રોડ તમામ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાણીપ, વાડજ, શેલા, શીલજમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. સરખેજથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધીના એસ.જી હાઈવેના પટ્ટામાં પણ વરસાદ વરસી રહ્યો છે. બોપલ, ઘુમા, ઈસ્કોન સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના ભુદરપુરામાં વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાય ગયા છે.
પ્રહલાદનગર, ગોતા, ચાંદલોડીયા, ઘાટલોડિયા, મોટેરા, ચાંદખેડા, વેજલપુર, સરખેજ, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વિઝિલિબિટી પણ ઓછી થઈ ગઈ છે. જેના કારણે વાહનચાલકો પણ મુશ્કેલી પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement