અમદાવાદમાં સૌથી મહત્વનો મનાતો હોદ્દો અમિત શાહના ખાસ માણસને મળ્યો, જાણો કોણ છે આ કોર્પોરેટર ને ક્યાંથી છે ચૂંટાયા ?
ભાજપની પેનલના હિતેશ બારોટ, સમીર પટેલ, ઋષિના પટેલ અને નિરુબેન ડાભીની પેનલનો ભવ્ય વિજય થયો હતો.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં સૌથી મહત્વની નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટની નિમણૂક છે. હિતેશ બારોટની ગણના અમિત શાહની અત્યંત નજીકના માણસ તરીકે થાય છે. આમ અમદાવાદની નિમણૂકોમાં અમિત શાહનો હાથ ઉપર રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 નંબરના થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા હિતેશ બારોટ વરસોથી અમિત શાહ સાથે કામ કરે છે. થલતેજ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની પેનલ જીતી હતી અને ભાજપના ચારેય ઉમેદવારોને 25 હજાર કરતાં વધારે મતની લીડથી જીત મળી હતી.
ભાજપની પેનલના હિતેશ બારોટ, સમીર પટેલ, ઋષિના પટેલ અને નિરુબેન ડાભીની પેનલનો ભવ્ય વિજય થયો હતો. આ બેઠક પર વિજેતા બનેલા હિતેશ બારોટની ગણતરી અમિત શાહની નજીક મનાતા નેતા તરીકે કરાય છે તેથી તેમને મહત્વનો હોદ્દો મળ્યો છે.