શોધખોળ કરો

શાંતિ બિઝનેસ સ્કૂલમાં સામાજીક વિભિન્નતામાં માનવ અધિકાર અને જવાબદારીઓ" વિષય પર વાર્તાલાપ યોજાયો

આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ સિનયર અધિકારી અને હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે કાર્યરત "ડૉ. જ્ઞાનેશ્વર મુલે" દ્વારા ઉપરોક્ત વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.

અમદાવાદઃ શહેરમાં આવેલી ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસ.બી.એસ ) દ્વારા વિદ્યાર્થીઓ  માટે આ  શૈક્ષણિક  વર્ષ માટેના અંતિમ "થોટ લીડર્સ સ્પિક સિરીઝ'' ના  ભાગરૂપે "સામાજીક વિભિન્નતામાં માનવ અધિકાર અને જવાબદારીઓ"  વિષય પર લેક્ચર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ સિનયર અધિકારી અને હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે  કાર્યરત  "ડૉ. જ્ઞાનેશ્વર  મુલે" દ્વારા ઉપરોક્ત વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. "ડૉ. જ્ઞાનેશ્વર  મુલે" ભારતીય  વિદેશ  મંત્રાલયમાં તેમના સેક્રેટરી (સી.પી.વી અને ઓ.આઈ.એ)  તરીકેના કાર્યકાળ દરમ્યાન આપવામાં આવેલા  મહત્વપૂર્ણ યોગદાન બદલ "પાસપોર્ટ  મેન  ઓફ  ઇન્ડિયા" તરીકે  પણ  જાણીતા  છે. માનવાધિકારનો વ્યાપક અર્થ સમજાવતા "ડૉ.મુલે"એ માનવ અધિકાર અંગેના ભારતીય મહાકાવ્યોના ઐતિહાસિક ઉદાહરણો અર્થપૂર્ણ  રીતે શ્રોતાઓ  સમક્ષ રજૂ કર્યા. રાજ્યો અને દેશમાં તાજેતરમાં થયેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે  જણાવતા તેમણે કહ્યુંકે માનવ અધિકારના ચાર આધારસ્તંભો "રાઇટ ટુ લાઇફ, લિબર્ટી, સમાનતા અને ગૌરવ" માનવાધિકારને અસરકારક અને અર્થપૂર્ણ બનાવવા માટે એક સાથે સુનિશ્ચિત થવા જોઈએ. બહુ ભાષા નિપુણ ડૉ. મૂલે એ માનવ અધિકારના વિશાળ પરિપ્રેક્ષ્યના ભાગ રૂપે માતૃભાષાના અધિકાર પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ ભારતીય ઉપ-ખંડોમાં બોલાય છે અને આ ભાષાકીય વિશિષ્ટતાને જાળવવા અને ઉજવવા આપણે બધાજ  પ્રયન્ત કરવા જોઈએ. ડૉ. મૂલેના સાથેના વાર્તાલાપે યુવાન પ્રેક્ષકોમાં તીવ્ર ઉત્સુકતા પેદા કરી અને તેમણે તેમના પ્રશ્નોના ઉત્સાહથી જવાબ આપ્યો. એક પ્રશ્નના જવાબમાં ડૉ. મૂલેએ માનવ અધિકાર ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને  રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા આપવામાં આવતી સહાયની સમજણ આપી. આ કાર્યક્રમમાં "પી.જી.ડી.એમ" અને "પી.જી.ડી.એમ.સી"ના લગભગ 300થી  વધારે  વિદ્યાર્થીઓએ  ભાગ  લીધો હતો."ધ થોટ લીડરશિપ સ્પિક સિરીઝ" અંતર્ગત "શાંતિ  બિઝનેસ સ્કૂલ"  વિવિધ ક્ષેત્રના પ્રસિધ્ધ લોકોને વાર્તાલાપ  માટે  આમન્ત્રણ  આપે  છે , જે  વિદ્યાર્થીઓને કઈંક નવું શીખવાની તેમજ  જીવનને  નવા  દ્રષ્ટિ કોણથી જોવા માટે પ્રેરણા આપે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget