અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, લોકોને ટ્રાફિક સિગ્નલમાંથી મળશે મુક્તિ
અમદાવાદ: હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે.
Ahmedabad Traffic Police: હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે. આ દરમિયાન જો બાઈક પર નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ આકરા તાપમાં ઉભા રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ દ્વારા આપ સૌને કાળઝાળ ગરમીથી બચાવવાની પહેલ કરી છે. અમદાવાદમાં 2 દિવસની ટ્રાયલ માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 60 સિગ્નલ બંધ રાખવામો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે. પોલીસે કહ્યું કે, જો અમને આ ટ્રાયલમાં સફળતા મળશે, તો ઉનાળાના અંત સુધી આખા રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે.
Attention
— Harsh Sanghavi (@sanghaviharsh) May 7, 2022
An initiative by Ahmedabad Police to save you all from the scorching heat, 60 signals will remain closed from 1PM till 4PM in Ahmedabad for the trial of 2 days.
If we get success in this trial, then same process will be implemented in whole State till the summer ends. pic.twitter.com/Lv63gTRCzK
પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, LPG સિલિન્ડરની કિંમતમાં આટલો કરાયો વધારો
LPG Cylinder Price Hike: દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. હવે કિંમતમાં વધારા બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓએ 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયા વધારીને 2355.50 રૂપિયા કરી હતી. અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2253 રૂપિયા હતી. તેમજ 5 કિલોના એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધારીને 655 રૂપિયા કરી દેવામાં આવી છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ આ કિંમત વધારીને 2,253 રૂપિયા કરવામાં આવી હતી.