શોધખોળ કરો
અમદાવાદમાં ડમ્પર ચાલકે એક સાથે 6 વાહનોને લીધા અડફેટે, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો છે. એ પહેલા ડમ્પર ચાલકને સ્થાનિકોએ માર માર્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

અમદાવાદમાં ડમ્પર ચાલકે એક સાથે 6 વાહનોને લીધા અડફેટે, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ahmedabad Accident: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. AMCના બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જયો છે. આ અકસ્માતમાં ડમ્પરે કેડીલા ઓવરબ્રિજ પાસે એક સાથે 6 વાહનને અડફેટે લીધા છે. જેમાં ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે, જ્યારે એક મહિલાને હાથના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો છે. એ પહેલા ડમ્પર ચાલકને સ્થાનિકોએ માર માર્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
વધુ વાંચો





















