શોધખોળ કરો
Advertisement
માસ્કના દંડ મુદ્દે પોલીસ સાથે રકઝક કરવા લાગી યુવતી, પોલીસકર્મીએ યુવતીને ઝીંક્યા બે લાફા
પોલીસકર્મી મહિલાને માસ્ક મામલે લાફો ઝીંકી દીધો હતા. માસ્કના દંડ અંગે ખાખીધારીઓની વર્તણૂંકે વિવાદ જગાવ્યો છે.
અમદાવાદ: ખાખી વર્દી ફરી એકવાર વિવાદમાં આવી છે.હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં પોલીસકર્મી મહિલાને માસ્ક મામલે લાફો ઝીંકી દીધો હતા. માસ્કના દંડ અંગે ખાખીધારીઓની વર્તણૂંકે વિવાદ જગાવ્યો છે.
માસ્કના દંડ મુદ્દે પોલીસ યુવતી સાથે રકઝક પર ઉતરી હતી. દંડની ભરપાઈ કરવા અંગે પહેલા બોલાચાલી થઈ બાદમાં વાત વણસી હતી. પોલીસે તમામ મર્યાદા વટાવી યુવતીને લાફા ઝીંકી દીધા હતા. પોલીસ કર્મચારી યુવતીને લાફા ઝીંકતો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
એક તરફ જ્યાં મહિલા સુરક્ષાના દાવાઓ કરાય છે. મહિલા સહિત રાજ્યની જનતાને સુરક્ષા આપવાની જવાબદારી પોલીસની છે પરંતું આ જ ખાખીધારીઓ જ્યારે કાયદાને ઘોળીને પી જાય તો આમ જનતાને કાયદાનું પાલન કોણ કરાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. વીડિયોમાં પોલીસની જે કાર દેખાઈ છે તેમાં અમદાવાદ પોલીસનો ઉલ્લેખ છે. જોકે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા આ વીડિયો ક્યાનો છે અને ઘટના સાચી છે કે ખોટી તે પુષ્ટિ કરતું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement