Gujarat Rain: છેલ્લા 12 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર,ગુજરાતના ચેરાપુંજી કહેવાતા વિસ્તારમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં આજે 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ધરમપુરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ,પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain: રાજ્યમાં આજે 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ધરમપુરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ,પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા , સબરતકાંઠા,ગાંધીનગર,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ , દાહોદ, મહીસાગર , વડોદરા , છોટા ઉદેપુર,નર્મદા, સુરત ,ડાંગ, તાપી, નવસારી . વલસાડ, દમણ, દાદારનાગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે પડેલા વરસાદના આંકા પર નજર કરીએ તો, ધરમપુરમાં 8, ખેરગામમાં 8, વિસાવદરમાં 6.5,ભેસાણમાં 6,વલસાડમાં 5.5,પારડીમાં 5.5, વાપીમાં 5,ધારી,અંકલેશ્લર,ભરુચ, ચીમલી, કપરાડા, ધંધુકા,ચૂડા, અમદાવાદ શહેર અને વલ્લભીપુરમાં 5-5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાંસદા,જલાલપોર, લીંબડી, મહુવા, લુણાવાડા, ભાવનગર, નવસારી, બરવાળા અને તાલાલામાં 3.5થી 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક રીતે ચોમાસુ જોવા મળી રહ્યું છે. વરસી રહેલા વરસાદના પરિણામે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૧૨ કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૧૯૫ મિ.મી. તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૯૧ મિ.મી. એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં ૧૬૫ મિ.મી., ભેંસાણમાં ૧૫૨ મિ.મી., વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૧૩૮ મિ.મી., પારડીમાં ૧૩૬ મિ.મી., વપીમાં ૧૩૧ મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ધારીમાં ૧૩૦ મિ.મી., અંકલેશ્વરમાં ૧૨૫ મિ.મી., ભરૂચમાં ૧૨૦ મિ.મી., ચિખલીમાં ૧૧૫ મિ.મી., કપરાડામાં ૧૧૫ મિ.મી., ધંધુકામાં ૧૦૭ મિ.મી., ચુડામાં ૧૦૬ મિ.મી., વલભીપુર તાલુકામાં ૧૦૨ મિ.મી., જ્યારે અમદાવાદ શહેરમાં એ ૧૦૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આમ, ૧૪ જેટલા તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે ૯૩ અને ૯૨ મિ.મી., લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે ૯૦ અને ૮૯ મિ.મી., લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે ૮૭ અને ૮૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે બરવાળા અને તલાલામાં ૮૦ મિ.મી. અને વઘઈ તથા વાલીયામાં ૭૯ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય તાલુકાઓ જેવા કે, નેત્રંગમાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૯ મિ.મી., આણંદમાં ૬૮ મિ.મી., કપડવંજમાં ૬૭ મિ.મી., આહવા અને હાંસોટમાં ૬૬ મિ.મી., શિહોરમાં ૬૫ મિ.મી., ઓલપાડ અને ડેડિયાપાડામાં ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૧૯ જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૪૫ તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધરમપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.ધરમપુરથી તિસ્કરીતલાટ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.જેને લઈને રાહદારીઓને વાહનવ્યવહાર અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. જીવના જોખમે લોકો અવર જવર કરવા મજબૂર બન્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial