શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, 57 પ્રસુતા મહિલા પોઝિટિવ આવતા.....

રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 326 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના પ્રાઈવેટ બેડમાં 396 ICUમાં જ્યારે 190 દર્દીઓ વેંટીલેટર પર છે. અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. થલતેજ, બોડકદેવ, ગોતા અને જોધપુર વોર્ડમાં કોરોનો કહેર છે. નવરંગપુરાના અનલ ટાવરમાં સંક્રમણ વધતા 793 રહીશોને નિયંત્રિત ઝોનમાં રખાયા છે. શારદાબેન હોસ્પિટલમાં 57 પ્રસુતાઓ કોરોના પોઝિટીવ આવતા સગર્ભા મહિલાઓને સારવાર માટે એલજી, વીએસ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. નોંધનીય છે કે, રાજયમાં દિવાળી બાદ કોરોનાનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા હતા. જે કેસ નોંધાયા જેમાં 843 કેસ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા હતા. રાજયમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2 લાખ 1 હજાર 949 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજયમાં વધુ 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં નવ, સુરત શહેરમાં બે, વડોદરા, અમદાવાદ જિલ્લા અને બોટાદમાં એક એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. રાજયમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 3 હજાર 906 પર પહોંચ્યો છે. કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન 1 હજાર 283 દર્દી ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 83 હજાર 756 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget