ગુજરાતમાં LRDની લેખિત પરીક્ષા લેવા મુદ્દે પોલીસ ભરતી બોર્ડના વડાએ કરી મોટી જાહેરાત
હસમુખ પટેલે એલઆરડીની લેખિત પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે.
અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એલઆરડીની લેખિત પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.
જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 12, 2022
આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.#LRDS#LRDP
તેમણે કોરોના પોઝિટીવ આવેલા ઉમેદવારોને લઈને પણ ટ્વીટ કરીને માહિતી આપી છે.
શારીરિક કસોટીના આગળના દિવસે કોરોના પોઝિટિવ થયેલ ઉમેદવાર રૂબરૂ કેટપાલથી પોતાની અરજી બોર્ડને મોકલી શકે તેમ ન હોય તો તેમણે હેલ્પ લાઇન નો સંપર્ક કરવો.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 11, 2022
હેલ્પ લાઇન નં.
9104654216
8401154217
7041454218
સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી#LRD https://t.co/TkkJWMNEfq
GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ વિવિધ જગ્યાઓની ભરતી માટે નોકરીની સૂચના બહાર પાડી છે. સ્ટાફ નર્સ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, એક્સ્ટેંશન ઓફિસર અને ડેપ્યુટી એકાઉન્ટન્ટની જગ્યાઓ માટે ખાલી જગ્યા છે. પાત્ર અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે. અરજીની પ્રક્રિયા 11મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ gpssb.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે. કુલ 353 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી સંબંધિત વધુ વિગતો નીચે આપેલ છે. GPSSB ભરતી 2022: ખાલી જગ્યાની વિગતો સ્ટાફ નર્સ - 153 વિભાગીય એકાઉન્ટન્ટ - 14 વિસ્તરણ અધિકારી (કૃષિ) – 15 ડેપ્યુટી એકાઉન્ટન્ટ - 191 GPSSB ભરતી 2022: આવશ્યક શૈક્ષણિક લાયકાત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત હજુ સુધી જાણીતી નથી. વિગતવાર સૂચના જાહેર થયા પછી, શૈક્ષણિક લાયકાત અને માપદંડો વિશેની માહિતી ઉપલબ્ધ થશે. GPSSB ભરતી 2022: કેવી રીતે અરજી કરવી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in ની મુલાકાત લે છે. તે પછી હવે સ્ટાફ નર્સ, વિભાગીય એકાઉન્ટન્ટ, વિસ્તરણ અધિકારી (કૃષિ), ડેપ્યુટી એકાઉન્ટન્ટની પોસ્ટ માટે લિંક પર ક્લિક કરો. સૂચના વાંચ્યા પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરો. ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ માહિતી દાખલ કરો. તમારા સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો. હવે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી તેને ડાઉનલોડ કરો. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો. સીધી ભરતીની જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત જેમકે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક, તથા મહિલાઓ માટેની અનામતની જગ્યાઓ તેમજ અન્ય જાહેરાતો મંડળના નોટીસ બોર્ડ પર તેમજ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in પર જાહેર મૂકવામાં આવી છે.